સુવિચાર

=>સંતોષ જ આનંદનું મૂળ છે.

=>મનુષ્ય પોતે જ પોતાના નસીબનો ઘડવૈયો છે.

=>આજનો પુરુષાર્થ આવતીકાલનું ભાગ્ય છે.

=>મહાન ધ્યેય મહાન મસ્તિષ્કની જનની છે.
 

=>ધ્યેય માટે જીવવું એ ધ્યેયને માટે મરવા કરતાં બહુ મુશ્કેલ છે.
 

=>મનુષ્ય વૃદ્ધ થાય છે પણ લોભ વૃદ્ધ થતો નથી.

=> જેનો સ્વભાવ સારો હોય છે તેને પ્રભાવ પાડવાની જરૂર નથી.
 
=> બુદ્ધિની સરહદ પૂરી થાય પછી જ શ્રદ્ધાની સરહદ શરૂ થાય છે.
 
 
=> આગ, રોગ, દેવું ઢાંકવાથી કે છુપાવવાથી વધે છે.
 
=> મોક્ષના લક્ષ્ય વિનાની ભક્તિ એટલે એકડા વગરના મીંડા.
 
=> ભૂખ્યાને પહેલા અન્ન પછી ઉપદેશ આપો.
 
=> જવાબદારી એ સમજદારીનું પ્રથમ સંતાન છે.
 
=> પર પ્રેરણા કરતા અંત:સ્ફૂરણા બળવાન છે.
 
=> ભરતી-ઓટનો સરવાળો એટલે સમુદ્ર, સુખ-દુ:ખનો સરવાળો એટલે સંસાર.
 
=> ધર્મ કરવો કઠીન નથી પરંતુ ધર્મ શરૂ કરવા કઠીન છે.

=> જીવનમાં મોટું ટેન્શન ક્યારેક નાની-નાની આળસથી આવતું હોય છે.

=> ૬ ઈંચની જીભ ક્યારેક ૬ ફૂટના માણસને કાપી નાખવા માટે સમર્થ છે.

=> ક્યારેક ક્યારેક પીછેહઠ પણ આગળ વધવાનું કામ કરે છે.

=> જીભથી શીખવે તે પંડિત, જીવનથી શીખવે તે સંત.

=> ધિક્કારથી જીતવા કરતા વાત્સલ્યમાં હારી જવું સારું.

=> સ્થૂળ કરતાં સૂક્ષ્મની, સૂક્ષ્મ કરતા શૂન્યની તાકાત વધુ હોય છે.

=> વિચાર એ મનની પેદાશ છે, ભાવ એ હૃદયની પેદાશ છે.

=> શ્રદ્ધા હોય ત્યાં ભયને સ્થાન જ નથી.

=> સૌંદર્ય એવો દારૂ છે કે પીનારા અને જોનારા બનેને નશો ચડે છે.

=> અંતરના ઊંડાણ થી કરેલી પ્રાર્થના જેવું બીજું કોઈ બળ નથી.

=> પરહિત એ પુણ્ય છે અને પરપીડન એ પાપ છે.

=> કરેલા સત્કર્મનું ફળ વહેલું મોડું મળે જ છે.

=> શેકેલા બીજ ઉગે નહિ, અનીતિનું ધન ધર્મમાં ખર્ચવાથી લાભ થતો નથી.

=> બીજાનું સુખ જોઈ ન શકે તે અંધ છે.

=> સંસારનો ટૂંકો સર એટલે "મા"ના અંતરનો આશીર્વાદ.
 

=> તમારે શાંતિનો અનુભવ કરવો હોય તો ઘાસ જેવા વિનમ્ર થાવ.

=> નિરાશાવાદી હાર મેળવીને આવે છે, આશાવાદી હાર પહેરીને આવે છે.